મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લોખંડની એંગલમાં બુલેટ અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE













વાંકાનેર નજીક લોખંડની એંગલમાં બુલેટ અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર તરફથી મોરબી જવાના રસ્તા ઉપર રાણેકપરના ગામના પાટીયા પાસેથી બુલેટ લઈને રોંગ સાઈડમાં યુવાન જઇ રહ્યો હતો ત્યારે લોખંડની એંગલ સાથે બુલેટ અથડાતાં વાહન સ્લીપ થઈ ગયું હતું અને ત્યારે ડિવાઈડર સાથે તે યુવાનનું માથું અથડાતા માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા અને ખેતી કામ કરતાં ગોપાલભાઈ ધરમશીભાઈ સાપરા જાતે કોળી (૨૪) એ હાલમાં મરણ ગયેલ તેના ભાઈ હરેશભાઈ ધરમશીભાઈ સાપરા (૨૮) સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર આવતા રાણેકપર ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં તેના ભાઈ હરેશભાઈ ધરમશીભાઈ સાપરા બુલેટ નંબર જીજે ૩૬ જે ૯૮૮૮ લઈને રોંગ સાઈડમાં આવી રહ્યા હતા ત્યારે ડિવાઈડરની લોખંડની એંગલ સાથે તેનું બાઈક અથડાતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ડિવાઈડર સાથે માથું અથડાયું હતું જેથી કરીને યુવાનને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈ પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલ આરડીસી બેંક નજીક ગાડીમાંથી ઉતરતા સમયે પડી જવાથી રૂબીયાબેન રફિકભાઈ કુરેશી (ઉંમર ૩૨) રહે.ટંકારા વાળાઓને ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં બન્યો હતો.જ્યાં સાયકલમાંથી પડી જવાથી મહેન્દ્રભાઈ બચુભાઈ ચુડાસમા નામના ખત્રીવાડમાં રહેતા આધેડને ઈજાઓ થતા તેઓને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જે સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરી હતી.
 
મારામારીમાં ઇજા
મોરબીના હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા દિનેશભાઈ અમરશીભાઈ સિહોરા નામના ૫૪ વર્ષીય આધેડ મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં હષા ત્યાં મારામારીના બનાવમાં ઈજા થતાં તેમને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં થયેલ મારામારીમાં તેઓને ઈજા પહોંચી હતી.





Latest News