હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા ગણેશોત્સવમાં સંતવાણી-બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન


SHARE









મોરબીમાં જુદાજુદા ગણેશોત્સવમાં સંતવાણી-બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન

મોરબીના વાઘપરા ખાતે ગ્રુપ ઓફ ગજાનંદ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે બુધવારે રાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાત્રે ૯ વાગ્યે વાઘપર શેરી નં-૧૧ ખાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક રામદાસ ગોંડલીયા અને લલીતાબેન ઘોડાદ્રા ભજનની જમાવટ કરશે ત્યારે મોરબીના લોકોને તે કાર્યક્રમ માણવા આયોજકોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં લાયન્સ ક્લબ અને બાલાજી યુવા ગ્રુપ દ્વારા મોરબીના રવાપર અને શનાળા વચ્ચે મહાવીર સોસાયટી પાસે બાલાજી ગણપતિ મહોત્સવ ખાતે આજે તા ૨૭ ન રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવશે ત્યારે ડો. જયેશભાઈ પટેલ (દિશા હોસ્પિટલ) અને ડો. પ્રેયસ પંડ્યા (શિવમ હોસ્પિટલ) સેવા આપશે. તેમજ સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે 




Latest News