મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ પાસે યુવાનને માર મરનારા બે પૈકીનાં એક શખ્સની ધરપકડ


SHARE







મોરબીના નજરબાગ પાસે યુવાનને માર મરનારા બે પૈકીનાં એક શખ્સની ધરપકડ

મોરબીના નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટલા ઉપર સુવા બાબતે થોડા દિવસો પહેલા એક યુવાનની સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ બે શખ્સોએ તેને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગની સામે ફિલ્ટર હાઉસની બાજુમાં રહેતા મૂળ જંગી ગામના રહેવાસી રમેશભાઈ કરસનભાઈ પરમાર (ઉમર ૩૦) નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટલે સુવા બાબતે આરોપી રણજીત લાલજી કોળી અને લલિત કોળીએ થોડા દિવસો પહેલા બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેઓએ બેફામ ગાળો આપી હતી અને પછી લલિતભાઈએ રમેશભાઈને પકડી રાખ્યો હતા અને ત્યાર બાદ આરોપી રણજીતભાઈ કોળીએ તેને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેઓને ડાબી આંખની બાજુમાં ટાંકા આવ્યા હતા અને મોઢા ઉપર પણ ઈજાઓ થઈ હતી બાદમાં રમેશે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપી રણજીતભાઈ અને લલિતભાઈને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં લલિત સોમાભાઇ સારલા જાતે કોળી રહે, ભડિયાદ રોડ વાળાની ધરપકડ કરેલ છે 






Latest News