મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે એકટીવાને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE













મોરબીના ઘૂટું રોડે એકટીવાને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ એન્જલ સિરામિક સામે ટ્રક ચાલકે એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને માથાહાથ અને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને એક યુવાનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ટ્રક ચાલક સામે મૃતકના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે  આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડાનગરમાં રહેતા મુકેશભાઈ અરજણભાઈ મહાલીયા જાતે અનુ. જાતિ (૫૪)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩૬ વી ૩૭૦૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કેમોરબીના જુના ઘૂટું રોડે એન્જલ સિરામિક પાસેથી એકટીવા જીજે ૩૩ એચ ૪૭૫૨ લઈને તેઓના ભાઈ નરભેરામભાઇ અરજણભાઈ મહાલીયા (૪૫) પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એકટીવામાં પાછળના ભાગે મનોજભાઈ સોલંકી બેઠેલા હતા દરમિયાન આરોપી ટ્રક ચાલકે તેઓના ભાઈના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે ફરિયાદીના ભાઈને માથાજમણા હાથ અને પીઠના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મનોજભાઈ સોલંકીને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જે ગુનામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ. ઝાલા અને રાઇટર સંજયભાઇ લકુમ દ્વારા આરોપી માયાભાઇ દુદાભાઇ બાંભવા (૩૩) રહે. અંદરણા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ હરિ ઓમ પાર્કમાં રહેતા કિશોરગીરી મેઘનાથીનો છ વર્ષનો દીકરો નિલમ બાઈકમાં પાછળ બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક ગાય સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં નીલમને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ખરેડા ગામે રહેતો જય અશોકભાઈ ડાભી (૧૪) નામનો તરુણ બાઈકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર બાઈક ભેંસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં જય ડાભીને ઇજાઓ થઈ હતી માટે તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News