મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી બે ચોરાઉ બાઇક સાથે બે આરોપી પકડાયા


SHARE









મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી બે ચોરાઉ બાઇક સાથે બે આરોપી પકડાયા

હળવદ તાલુકાના ગોલાસણ ગામના શખ્સની બાઇક ચોરીમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હાલમાં એલસીબીની ટીમે મૂળ મોરબીના શખ્સની નંબર પ્લેટ વગરના ચોરાઉ બાઈક સાથે ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબી એ ડિવિઝનની ટીમે પણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી કચ્છના મીઠી રોડ ગાંધીધામ ખાતે રહેતા વિશાલ ભીમજી આતરેસા નામના શખ્સની નંબર પ્લેટ વગરના બાઇક સાથે ધરપકડ કરી છે અને ૨૦,૦૦૦ નું બાઇક કબજે કરેલ છે અને આ બાઇક તેને અંજાર ખાતેથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપેલ છે જેથી કરીને આરોપી તથા મુદામાલ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસને સોપવામાં આવેલ છે આવી જ રીતે મોરબીના લીલાપર ગામેથી મોરબી બાજુ આવી રહેલા નંબર પ્લેટ વગરના બાઇકને રોકીને છે કરતાં તે બાઇક ચાલક પાસે બાઈકના કોઈ કાગળ હતા જ નહીં જેથી પોકેટ કોપ એપ્લીકેશનથી સર્ચ કરતાં આ બાઇક બીજાનું હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેને આ બાઇક લાલપર પાસે આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા કાન્હા વિટાનભાઈ પાઠક (૨૧) રહે. મૂળ એમપી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે




Latest News