મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

વહીવટ માટે અધિકારીઓ ફાઈલો દબાવી રાખતા હોવાનો મોરબી સિરામિક એસ.ના પ્રમુખનો કલેકટરની હાજરીમાં બળાપો 


SHARE









વહીવટ માટે અધિકારીઓ ફાઈલો દબાવી રાખતા હોવાનો મોરબી સિરામિક એસ.ના પ્રમુખનો કલેકટરની હાજરીમાં બળાપો 

‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના જુદાજુદા ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને છેલ્લા ૧૦ મહિનાથી ઇન્સેંટિવ મળતું નથી જેથી કરીને ૧૫૦ કરોડથી વધુની રકમ રોકાઈ ગયેલ છે ત્યારે અધિકારીઓએ વહીવટ માટે ફાઈલો દબાવી રાખતા હોવાનો મોરબી સિરામિક એસ.ના પ્રમુખે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની હાજરીમાં બળાપો કાઢ્યો હતો  

મોરબીમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની હાજરીમાં‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ના કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો અને મંત્રી થોડી વાર પછી નીકળી ગયા હતા ત્યાર બાદ ઓપન હાઉસ જેમાં ઉદ્યોગપતિ સાથે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિરામિક ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ સહિતના જુદાજુદા ઉદ્યોગને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને નેચરલ ગેસના ભાગમાં છેલ્લી ઘડીએ વધારો કે ઘટાડો જાહેર કરવામાં આવે છે જેથી ઉદ્યોગકારોને થતાં નુકશાનની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા જે માલનું વેચાણ કરવામાં આવે છે તેના ઉપર સીજીએસટી અને એસજીએસટી લાગે છે જો કે, ઇન્સેંટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ વર્ષ ૨૦૨૬-૧૭ ની સ્કિમ મુજબ  અહીના ઉદ્યોગકારોને ઇન્સેંટિવ આપવામાં આવતું હતું જો કે, છેલ્લા ૧૦ મહિનાથી અધિકારીઓ દ્વારા ઇન્સેંટિવ આપવામાં આવતું નથી જેથી મોરબીની ૧૫૦ કરોડથી વધુની રકમ રોકાયેલ પડી છે જેથી કરીને કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં મોરબી સિરામિક એસ.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, અધિકારીઓ વહીવટ કરવા માટે થઈને ફાઈલો દબાવી રાખે છે જેથી કરીને આ પ્રશ્નનો વહેલમાં વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત લાઇટ, પાણી, રોડ રસ્તના રાબેતા મુજબના પ્રશ્નો આ વાઇબ્રન્ટના કાર્યક્રમમાં પણ આવ્યા હતા જો કે, તે ઉકેલાશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે




Latest News