મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં સીડી ઉપરથી નીચે પડતાં માથામાં હેમરેજ થવાથી વૃદ્ધનું મોત


SHARE









મોરબીમાં ઘરમાં સીડી ઉપરથી નીચે પડતાં માથામાં હેમરેજ થવાથી વૃદ્ધનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રીલીફ નગરમાં રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે સીડી ઉપરથી લપસીને નીચે પડતાં માથામાં હેમરેજ થઈ ગયું હતું જેથી તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રીલીફ નગર બ્લોક નં ૧૪૬ માં રહેતા વીનેશભાઈ મનુભાઈ ગોહેલ (૬૭) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે સીડી ઉપરથી લખીને નીચે પડતા તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને હેમરેજ થઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારમાર્યો

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં રહેતા જૂસબ આલમ ભટ્ટી (૧૯) નામના યુવાનને સ્મશાન પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી  ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

જોડિયા તાલુકાના કેસિયા ગામે રહેતા ભરતભાઈ નટુભાઈ (૩૪) અને સરોજબેન ભરતભાઈ (૩૨) બાઈકમાં બેસીને કેરાળી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સહિત રસ્તા ઉપર નીચે પડ્યા હતા જેથી નીચે પડી જતા તે બંનેને ઇજા થયેલ હતી માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવવાની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના સરવાડ ગામે મેઇન બજારમાં રહેતા કસ્તુરબેન ડાયાભાઈ બાવરવા (૯૧) નામના વૃદ્ધા ખાખરાળા ગામે હનુમાન મંદિર નજીકથી પસાર થતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે 




Latest News