મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ ગામનો ચુંવાળીયા કોળી સમાજનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન આવતા સન્માન કરાયું


SHARE









મોરબીના ગુંગણ ગામનો ચુંવાળીયા કોળી સમાજનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન આવતા સન્માન કરાયું

દેશના સીમાડા સુરક્ષિત રહે માં ભોમની રક્ષા કરવા મોરબી જિલ્લાના નાના એવા ગામ ગુંગણ નો યુવાન આર્મી કેમ્પમાં જોડાઈ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી ગામ તથા ચુંવાળીયા કોળી સમાજનું નામ રોશન કર્યું છે.

મોરબી જિલ્લાનું નાનું એવું ગામ માં રહેતા બળદેવભાઈ સાતોલા જે ખેત મજૂરી કરીને પોતાના દીકરા રવિભાઈ સાતોલાને માં ભારતીની રક્ષા કરવા માટે આર્મી કેમ્પમાં જોડાયેલ રવિ સાતોલા એ પણ પોતાની મહેનત અને ધગશ થી સફળતાપૂર્વક આર્મી ટ્રેનિંગ પૂરી કરી ને માદરે વતન ગુંગણ ગામે પરત આવતા સમાજના આગેવાનો તેમજ ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે ઉત્સાહ અને પ્રેરણા મળે તે માટે ગુંગણ ગામના શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપી સૌ યુવાનોને શિક્ષણમાં પ્રયત્નશીલ રહે અને મહેનત કરી અને આગળ વધે અને પોતાના ગામ અને તાલુકા જિલ્લા નું નામ દેશભરમાં રોશન થાય તેવી શુભેચ્છા સહ સન્માનિત કરવામાં  આવ્યા હતા આ પ્રસંગમાં પ્રદેશ સહ મંત્રી ચુંવાળીયા કોળી સમાજના આગેવાન જગદીશભાઈ બાંભણિયા, ધનજીભાઈ સંખેશરીયા, નવઘણભાઈ સાતોલા, ગોપાલભાઈ સીતાપરા, એ ગામ જિલ્લા તથા ચુંવાળીયા કોળી સમાજનું ગૌરવ વધારવા બદલ ખુબ અભિનંદન પાઠવ્યા હતા




Latest News