માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

રસ્તાનો ખાડો બન્યો જીવલેણ: માળીયા (મી)માં ખાડાના લીધે બાઇકનું ટાયર ફાટતાં આશાસ્પદ યુવાનનું મોત


SHARE







રસ્તાનો ખાડો બન્યો જીવલેણ: માળીયા (મી)માં ખાડાના લીધે બાઇકનું ટાયર ફાટતાં આશાસ્પદ યુવાનનું મોત

માળીયા મીયાણામાં દરબારગઢ પાછળના ભાગે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં મોટો ખાડો આવતા ટાયર તે ખાડામાં પડ્યું હતું જેથી ટાયર ફાટી ગયું હતું અને યુવાને બાઇકને સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને માથામાં હેમરેજ થઈ જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના પિતાએ માળીયા મિયાણા તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણામાં દરબારગઢની પાછળના ભાગમાં રહેતો સોહિલભાઈ હુસેનભાઇ મોવર જાતે મીયાણા (૨૦) નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બહુ મોટો ખાડો આવતા તેમાં ટાયર તેમાં પડ્યું હતું અને ટાયર ફાટતાં યુવાને પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને તે રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને યુવાનને માથામાં હેમરેજ થઈ જવાના કારણે સોહિલભાઈ હુસેનભાઇ મોવરનું મોત નીપજયું હતું જે બનાવની તેના પિતા હુસેનભાઇ ઓસમાણભાઈ મોવર જાતે મિયાણા (૫૮) રહે. માળીયા મીયાણા વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

ત્રણ બોટલ દારૂ

મોરબી તાલુકાના ફડસર ગામમાં રમેશભાઈ ગોગરાના કબજા ભોગવટાવાળા મકાનમાં દારૂ હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે રમેશભાઈ ગોગરાના ઘરના બેડરૂમમાંથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે ૯૦૦ ની કિંમતના દારૂના જથ્થાને કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ બાબુભાઈ ગોગરા જાતે બોરીચા (૨૧) રહે ફડસર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News