મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનામાં કોલ્ડ ટાવરના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનામાં કોલ્ડ ટાવરના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સિરામિકમાં કોલ્ડ ટાવરમાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઝીલ ટોપ સીરામીક ખાતે રહેતો બીકેસકુમાર અવધબિહારી સિંગ (૨૯) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક કારખાનામાં આવેલ કોલ્ડ ટાવરમાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને દીપકસિંહ રાજેન્દ્રસિંહ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે




Latest News