મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા-ભાજપની ટીમે મચ્છુ-૧ ડેમમાં નવા નીરના વધામણાં કર્યા
SHARE
વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા-ભાજપની ટીમે મચ્છુ-૧ ડેમમાં નવા નીરના વધામણાં કર્યા
વાંકાનેરની જીવનદાત્રી મચ્છુ નદી પર આઝાદી સમયે વાંકાનેર સ્ટેટ અમરસિંહ બાપૂ દ્વારા મચ્છુ -૧ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પુર, ભૂકંપ જેવી ઘણી બધી કુદરતી આફતો આવી છતાં આ ડેમ આજે પણ અડીખમ ઉભો છે અને આ ડેમની આરએલ સપાટી ૧૩૫.૩૩મી પોઇન્ટ ૩૩મી અને ૪૪૪ ફૂટની છે જેની ઉંડાઇ ૪૯ ફૂટ અને જળ સપાટીનો જથ્થો ૬૮.૯૫૧ છે આ ડેમ ઓવરફ્લો થતાં વાંકાનેરના વર્તમાન મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા
વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, આ ડેમના બાંધકામ વખતે જે પથ્થરો ઉપયોગમાં લેવાતા તે પથ્થરો રાત્રે પાણીમાં પલાળવા મુકતા રાત્રે વજન કરી પછી પલાળીયા બાદ વજનકરે અને તે વજનમાં જો ફેર જણાય તો તે પથ્થર રિજેક્ટ કરતા આટલી ચોકસાઈથી ડેમ બનાવવામાં આવેલ છે આ ડેમ તા ૨૯ ના રોજ સાંજે ૬:૧૮ મિનિટે ઓવરફ્લો થયો હતો જેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા સહિતના ૨૦૦ જેટલા કાર્યકરો મચ્છુ-૧ ડેમે પહોચ્યા હતા અને ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે કેસરીદેવસિહના હસ્તે નાળિયેર ચુંદડી, પડો અને પુષ્પો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મચ્છુના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ તકે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારી સહિતના હાજર રહ્યા હતા અને ત્યથી બધા જ હોલમાતાજીના દર્શન કરીને લોકોના હિત માટે પ્રાર્થના કરી હત