મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીનો બીજો મહાકાય મચ્છુ-૨ ૮૦ ટકા ભરાયો, ૩૧ ગામોને એલર્ટ કરાયા: ડેમી-૨ ડેમ ૧૦૦% ભરાયો


SHARE





મોરબીનો બીજોમહાકાય મચ્છુ-૨ ૮૦ ટકા ભરાયો: ૩૧ ગામોને એલર્ટ કરાયા

મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલા છે જે પૈકીના વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-૧ ગઇકાલે સાંજથી ઓવરફ્લો છે અને તેની પાણી મચ્છુ નદીમાં થઈને હાલમાં મચ્છુ-૨ ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને હાલમાં મચ્છુ-૨ ડેમ ૮૦ ટકા ભરાયો છે માટે મોરબી  અને માળીયાના ૩૧ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં વરસાદની આગાહી હતી તેવામાં વરસાદના લીધે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને જો વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-૧ ડેમની તો છેલ્લા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી હતી અને ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં ગઇકાલે સાંજે સાડા છ વાગ્યે ઓવરફ્લો થાયો છે ત્યારથી મચ્છુ નદી વાટે પાણી હાલમાં મચ્છુ-૨ ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને ડેમીની સપાટી સતત વધી રહી છે અને હાલમાં મોરબી જિલ્લાનો બીજો મહાકાય મચ્છુ-૨ ડેમ ૮૦ ટકા ભરાઈ ગયો છે જેથી મોરબી અને માળીયા તાલુકાનાં ૩૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેવું સિચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યુ છે

 

ડેમી-૨ ડેમ ૧૦૦% ભરાયો

ટંકારા તાલુકામા આવેલા ત્રણ ડેમ પૈકીનો ડેમી-૨ ડેમ આજે બપોરે ઓવરફલો થતા ખેડૂતો ખુશખુશાલ છે અને ડેમ સાઇડના અધિકારી ભાવેશભાઈ વેગડ, સેક્સન ઓફીસર હસુભાઈ સોનાગરા, ગેઈટ ઓપરેટ આર.કે. બરાસરા, વર્ક આસિસ્ટન્ટ અને હિતેન્દ્રસિહ જાડેજાએ શ્રીફળ અને અગરબતી સાથે નવા નિરને વધામણાં કર્યા હતા




Latest News