દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

અર્વાચિન ડાંડિયા આક્રમણ વચ્ચે પણ મોરબીમાં માધાપરની ૧૪૦ વર્ષ જૂની પ્રાચીન ગરબીનો દબદબો યથાવત


SHARE









અર્વાચિન ડાંડિયા આક્રમણ વચ્ચે પણ મોરબીમાં માધાપરની ૧૪૦ વર્ષ જૂની પ્રાચીન ગરબીનો દબદબો યથાવત

નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન ડાંડિયા રસનો ક્રેઝ વધી ગયો હોવાથી ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર નવરાત્રી બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબીના માધાપર વિસ્તારોમાં આજની તારીખે પણ ૧૪૦ વર્ષથી પણ જુની પ્રાચીન ગરબીઓનો દબદબો જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળોને જોવા માટે મોરબીવાસીઓ પણ ઉમટી પડતા હોય છે

નવરાત્રીમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘાટતુ જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે મોરબી શહેર સહિતના વિસ્તારોમાં ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ ખુબ જ મેહનત કરવામાં આવી રહી છે તેમા શંકાને કોઇ સ્થાન નથી મોરબીના માધાપર વિસ્તાર પ્રાચીન ગરબી કરે છે જેને લોકો અચુક જોવા માટે ઉભા રહે છે તેવી ગરબી કરવામાં આવી રહી છે અને શહેરની આ વર્ષો જુની ગરબી છે જેમાં માત્ર હિન્દુ જ નહિ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરતી હોય છે વધુમાં ગરબી મંડળના સંચાલકો પાસેથી મળતી માહિતી મુજબ કોમી એકતા સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને માઁ શક્તિના ચાચર ચોકમાં અવનવા રાસ બાળાઓ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે

માધાપર વિસ્તારમાં માધાપર ગરબી મંડળના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની જકામજોડ વગર આજની તારીખે દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેનો ઉપયોગ કરીને ગરબીની જમાવટ કરવામાં આવે છે આટલું જ નહિ આ ગરબીની બીજીએ પણ વિશેષતા છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી અને વાજીંત્રો વગાડવા માટે પણ કોઇને બાલાવતા નથી આ વિસ્તારમાં જ રેહતા પરિવારની બહેન, દિકરીઓ કે પછી પુત્રવધુઓ દ્વારા માતાજીના ગરબા ગાવામાં આવે છે જેને તાલ પણ આ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના લોકો દ્વારા કોઇ પણ ચાર્જ લીધા વગર વાંજીંત્ર વગાડીને આપવામાં આવે છે

આ પ્રાચીન ગરબીમાં બાળાઓ દ્વારા અવનવા ૨૫ જેટલા જુદાજુદા રાસની રામઝટ  બોલાવવામાં આવતી હોય છે અને તે તૈયાર કરવા માટે એક મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે તેમજ દાતાઓ તરફથી ગરબીના આયોજકોને ગરબીના આયોજન તેમજ લહાણી માટે છુટા હાથે દાન દેવામાં આવે છે આ ગરબીમાં જયારે બાળાઓ દ્વારા ધુણીયો રાસ, અઘોર નગારા રાસ વિગેરે રાસ રજુ કરવામાં આવતા હોય છે તે જોયને હાજર રહેલા લોકો બોલી ઉઠતા હોય છે કે “આને કેહવાય માતાજીની સાચી ભક્તિ અને સાચી આરાધના બાકી તો નવરાત્રીમાં લખલૂટ ખર્ચા લોકો દ્વારા કરવામાં આવે છે પરંતુ ત્યાં ભક્તિ અને આરાધનાનો છેદ ઉડી જ જય છે

શહેરના જુદાજુદા વિસ્તારમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમા બાળાઓ દ્વારા ગરબા લેવામાં આવતા હોય છે ત્યારે અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી યોજાતી પ્રાચીન ગરબીમાં રાસની રમઝટ જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં અર્વાચીન ડાંડિયા રાસના આયોજનો છેલ્લા ઘણા વર્ષોથી થાય છે પરંતુ આજની તારીખ પ્રાચીન ગરબીઓએ તેનું મહાત્મય અને મહત્વ ઘટ્યું નથી તે હક્કિત છે




Latest News