મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટીના માણસો પૂરા પાડતા બે સામે કાર્યવાહી


SHARE







મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટીના માણસો પૂરા પાડતા બે સામે કાર્યવાહી

મોરબી ખાતે અનેક સીરામીક યુનિટ સહિતના કારખાનાઓ આવેલ છે અને જેમાં સિક્યુરિટી સહિતના કોન્ટ્રાક્ટર ચાલતા હોય છે જે અંગે સમયાંતરે એસઓજી દ્વારા તથા સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ તપાસ કરવામાં આવતી હોય છે અને દરમિયાનમાં મોરબી એસઓજી દ્વારા હાલમાં બે જુદી જુદી જગ્યાઓએ તપાસ કરવામાં આવતા ત્યાં લાયસન્સ વગર જ સિક્યુરિટી એજન્સી ચલાવીને સિક્યુરિટીના માણસો પૂરા પાડવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.જેથી બે શખ્સો સામે સિક્યુરિટી એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગત્તો પ્રમાણે એસઓજીના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાનમાં મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સોનેટ સીરામીકના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં સિક્યુરિટીનું કામકાજ સંભાળતા પતિરામસિંગ ઉર્ફે પીયાસિંગ જગદેવસિંગ રાજપુત (ઉમર ૬૩) મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળાની સિક્યુરિટીની કામગીરી ચાલતી હોય જોકે તેની પાસે સિક્યુરિટી એજન્સી બાબતનું કોઈ લાયસન્સ ન હોય અને લાયસન્સ વગર માણસો પૂરા પાડવામાં આવતા હોય તેવું સામે આવતા સિક્યુરિટી એકટ ૨૦૦૫ ની કલમ ૪(૨૦)૧ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.તેમજ મોરબીના જુના ઘુંટુ રોડ નજીક આવેલ આઈકોન સીરામીકના લેબર કવાટરમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રજનીશકુમાર ઉમાશંકર પાંડે (ઉમર ૫૨) નામના વ્યક્તિએ પ્રાઇવેટ સિક્યુરિટી લાઇસન્સ વગર સિકયુરીટીના માણસો પૂરા પાડ્યા હોય અને ત્રણ માસથી સિક્યુરિટી એજન્સી બાબતે કામકાજ ચાલતું હોય જો કે તેની પાસે લાઇસન્સ ન હોય તેના વિરુદ્ધ પણ ઉપરોક્ત કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા હુસેનભાઇ બચુભાઈ સુમરા નામના ૪૦ વર્ષીય યુવાન ઉપર પીઠ અને કોણીના ભાગે છરી વડે હુમલો કરવામાં આવતા ઈજા પામેલ હુસેનભાઇ સુમરાને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે હુસેનભાઇએ જે મહિલા સાથે લગ્ન કર્યા છે તેમના આગલા ઘરના પુત્ર દ્વારા તેઓની સાથે ઝઘડો ઝપાઝપી કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો પોતાની બહેનની સગાઈનો પ્રસંગ હોય અને તેમાં તેણે હુસેનભાઇને આવવાની ના પાડી હતી છતાં હુસેનભાઇ આવ્યા હોય તે બાબતે ઝઘડો થયો હતો જેથી ઉશ્કેરાઇ જઈને યુવાને હુસેનભાઇ ઉપર છરી વડે હુમલો કર્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી જઈ રહેલા નીતિન પેથાભાઇ (ઉમર ૩૨) રહે.સાપર રાજકોટ વાળાને અચાનક આંચકી (વાય) ઉડતા તેને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિ.કે.ચાવડાએ તપાસ કરી હતી.






Latest News