મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડે યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના જૂના ઘૂટું રોડે કારખાનામાં યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

મોરબીના જુના રોડ ઉપર આવેલ સિમ્પોલો વિટ્રીફાઈડના લોડિંગ પોઇન્ટ ઉપર કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાને લોખંડની આગળ સાથે બેલ્ટ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં મોરબીના જૂનું ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો બુધિયાભાઈ સુકુમાર મૂરમ જાતે આદિવાસી (૨૮) નામના યુવાને સિમ્પોલો કારખાનામાં લોડિંગ પોઇન્ટ નં-૪ ઉપર ગોડાઉનમાં લોખંડની એંગલ સાથે નાયલોન બેલ્ટ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો અને તેની લાશ કોહવાયેલ હાલતમાં મળી હોવાથી પ્રથમ પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે આ બનાવ અંગેની માનસ રોબીનભાઈ હેરમન જાતે ઓડિયા (૨૨) રહે. હાલ સિમ્પોલો સિરામિક વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.પી. વસીયાણી ચલાવી રહ્યા છે

દેશીદારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના જૂના જાંબુડીયા ગામે નિશાળ પાસે રહેતા ધીરુભાઈ વિજવાડીયાના ઘરે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી આઠ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦ લિટર આથો અને અન્ય અન્ય મુદ્દામાલ મળીને પોલીસે ૩૬૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ધીરુભાઈ છગનભાઈ વિજવાડીયા જાતે કોળી (૪૭) રહે જુના જાંબુડિયા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News