મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરામાં રહેતો યુવાન છેલ્લા ૧૯ દિવસથી ગુમ


SHARE









મોરબીના મહેન્દ્રપરામાં રહેતો યુવાન છેલ્લા ૧૯ દિવસથી ગુમ

મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો યુવાન છેલ્લા ૧૯ દિવસથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવાનની માતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો ગુમ થયો હોવાની ગુમસુધા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તેની નોંધ કરી યુવાનને શોધવા માટે થઈને આગળની તપાસ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨ માં રહેતા માનુબેન ગુલામભાઈ અજમેરી જાતે પીંજારા (૫૦)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દિકરો તોફિકભાઈ ગુલામભાઈ અજમેરી જાતે પીંજારા (૨૫) ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે ગત તા. ૧/૧૦/૨૩ ના રાતના ત્રણ થી છ વાગ્યા દરમિયાન તે પોતાના ઘરે કશું કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો જેની ઘર મળે શોધખોળ કરવામાં આવી રહી હતી જોકે તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનની માતા દ્વારા તેનો દિકરો ગુમ થયો હોવા અંગેની મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે તેની નોંધ કરી ગુમ થયેલા યુવાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ ઈશાને ચેમ્બરની પાછળના ભાગમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાંથી દારૂની ત્રણ બોટલો સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૫૫૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દર્શનભાઈ કનુભાઈ વરાલીયા જાતે વાણીયા (૨૮) રહે. હરિઓમ સોસાયટી શેરી નં-૧ મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી મૂળ રહે બોટાદ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News