મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં રમેશભાઈ રૂપાલાના જન્મદિવસ નિમિતે સેવા વીકની ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં રમેશભાઈ રૂપાલાના જન્મદિવસ નિમિતે સેવા વીકની ઉજવણી કરાઇ

મોરબીમાં રહેતા લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ  ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલાના જન્મદિવસ નિમિતે લાયન્સ પરિવાર  મોરબી દ્વારા ખાસ સેવા વિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નેત્રયજ્ઞ કેમ્પ, નાની વાવડી મુકામે માધ્યમિક સ્કૂલ અને કન્યાશાળાની દીકરીઓને  આરોગ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત ૨૦૦૦ સેનેટરી પેડનું  વિતરણ, સ્લમ વિસ્તારમાં ૨૫૦ થી  વધારે બાળકોને ભોજન, સંગાથ આશ્રમ રાસંગપર ખાતે વડીલોને ભોજન, રવાપર રોડ ખાતે ચાલી રહેલ ફી ટિફિન સેવામાં ડ્રાયફ્રુટ યુક્ત દૂધપાક, સંગાથ આશ્રમમાં સર્વરોગ નિદાન કેમ્પ બે દિવ્યાંગ લોકોને ટ્રાયશિકલ આપવામાં આવી હતી તેમજ મોરબીના નાની વાવડી ગામની ૧૪ વર્ષની દીકરી ધ્રુવીબેન ચોહાણનો જન્મ દિવસ હોય પોતાના જન્મદિવસે પોતાના વાળ કેન્સર પીડિત બેનોની વિગ બનાવવા હેર ડોનેશન કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો ચક્ષુ પુનર્વસન કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે ૧૬૫ ભાઈઓ-બહેનોને દૂધપાક અને લાયન્સ સ્કૂલ નવલખી રોડ ખાતેના  ૩૫૦ બાળકોને યુનિફોર્મ વિતરણમ ઓમ શાંતિ વિદ્યાલય સરદાર બાગ ખાતે ચાઇલ્ડ હુડ કેન્સર અને સર્વરોગ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી મેઈન, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ, લાયન્સ કલબ ઓફ મોરબી સિટી, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ પ્લસ, લિયો ક્લબ ઓર મોરબી નજર બાગ રોયલ, લિયો કલબ ઓફ મોરબી સિટીનાં  બધા જ મેમ્બર હાજર રહ્યા હતા અને તન મન ધનથી સહયોગ આપ્યો હતો તેવું સેવા વીકના પ્રોજેકટ ચેરમેન તુષારભાઇ દફતરીએ જણાવેલ છે




Latest News