મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

હળવદના શિવપુર ગામની પરિણીતાએ વળગણ આવતું હોય કંટાળીને ફિનાઇલ પી લેતા સારવારમાં


SHARE









હળવદના શિવપુર ગામની પરિણીતાએ વળગણ આવતું હોય કંટાળીને ફિનાઇલ પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતી પરણીતાને અવાર નવાર વળગણ આવતું હોય તેનાથી કંટાળીને તેને પોતાના ઘરે હતી ત્યારે પોતાની જાતે ફિનાઇલ પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની તેના પરિવાર દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા દેવરાજસિંહ ચૌહાણ જાતે કારડીયા રાજપુતના પત્ની દિવ્યાબેન ચૌહાણ જાતે કારડીયા રાજપુત (૨૦)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ખુમાનભાઈ પોપટભાઈ ડાભી જાતે કારડીયા રાજપુત (૫૧) રહે. દુધઈ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરિણીતાના પરિવારજનના કહેવા મુજબ દિવ્યાબેનનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને અવારનવાર વળગણ આવતું હોવાથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ફિનાઇલ પી લીધું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.પી.સોનારા ચલાવી રહ્યા છે




Latest News