મોરબી : નવો લીધેલો મોબાઈલ ખોવાઈ જવાના ટેન્શનમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
મોરબી : મળિયા(મિં.)ની રેફરલ હોસ્પિટલમાં દવાનો જથ્થો અપુરતો હોય સ્ટોક ફાળવવા માંગ
SHARE
મોરબી : મળિયા(મિં.)ની રેફરલ હોસ્પિટલમાં દવાનો જથ્થો અપુરતો હોય સ્ટોક ફાળવવા માંગ
મોરબી જીલ્લાના માળિયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યા ખાલી હતી તે બાબતે અગાઉ કરાયેલ રજૂઆતને પગલે ત્યાં ડોકટરની નિમણુક કરવામાં આવી તે બદલ રાજય સરકારનો લોકોવતી અભાર માનતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીતમાં રજૂઆત કરીને માળીયા(મિં.) ની સિવિલમાં દવાનો સ્ટોક ન હોય લોકોના હિત ખાતર સત્વરે ત્યાં દવાનો સ્ટોક ફાળવવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરેલ છે.
હાલમાં માળીયાની હોસ્પિટલમાં દવાનો સ્ટોક બિલકુલ ખલાસ છે.ત્યાં સુધીની ખરાબ હાલત છેકે પાટાપીંડીનો સામાન એટલે કે ડ્રેસિંગ માટેનો સમાન પણ ઉપલબ્ધ નથી..!! તો તાત્કાલિક દવાનો સ્ટોક ફાળવીને ત્યાં પહોંચતો કરવા જરૂરી છે. માળિયા તાલુકો હંમેશા ઓરમયાવર્તનનો ભોગ બનેલ છે.નવા મુખ્યમંત્રી આવ્યા પછી ગુજરાતવાસીઓની જેમ આ વિસ્તારના લોકોને પણ આશા બંધાણી છે કે નવી સરકાર આ ગંભીર બાબતે યોગ્ય પગલા લેશે જોકે આ આશા ફળે છેકે ઠગારી જ નિવડે છે તે આગામી સમય જ બતાવશે.