મોરબી : નવો લીધેલો મોબાઈલ ખોવાઈ જવાના ટેન્શનમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
SHARE









મોરબી : નવો લીધેલો મોબાઈલ ખોવાઈ જવાના ટેન્શનમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
મોરબી નજીકના પીઠડ ગામે રહેતા અને વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી લેતા તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિજન પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવતા પીઠડ ગામની સીમમાં આવેલ ખેતરમાં રહેતા અને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભલીયાભાઈ કાળુભાઈ મેલ્હા જાતે આદીવાસી (ઉમર ૪૦) એ ગત તા.૩૦-૯ ના રોજ ઝેરી દવા પી લેતાં તેનું મોત નિપજયુ હતુ જેથી મૃતદેહને અત્રે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે જોડીયા(જામનગર) પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે, મૃતક ભલીયાભાઈ આદિવાસીએ થોડા સમય પહેલા નવો મોબાઈલ લીધો હતો અને બે-ત્રણ દિવસ પહેલા જ તેમનો નવો લીધેલો મોબાઈલ ખોવાઈ ગયો હતો ત્યારથી તેઓ સુનમુન રહેતા હતા અને દરમિયાનમાં તેઓએ ટેન્શનમાં આવી જઇને ઝેરી દવા પી લીધી હતી જેથી તેમનું મોત નિપજ્યું હતું
વાહન અકસ્માતમાં ત્રણને ઈજા
મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા મહાવિરનગર કેડકણાની વાડી વિસ્તારમાં રહેતા મીઠાભાઇ માવજીભાઈ પરમાર જાતે સથવારા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ પાસેથી જતા હતા ત્યારે તેમને પાછળથી કોઈ વાહન ચાલકે ટક્કર મારતા ઈજાગ્રસ્ત થયેલા મીઠાભાઇ પરમારને સારવારમાં ખસેડાયા હતા.તેમજ વાંકાનેર તાલુકાના કાનપર ગામના રહેવાસી ગુલામહુસેનભાઈ અલીભાઈ નામના પંચાવન વર્ષેીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા ગુલામહુશેનભાઇને સારવાર માટે આયુષ હોસ્પીટલે લઈ જવાયા હતા. તેમજ મૂળ ઓરિસ્સાનો અને હાલ મોરબી રહીને મજૂરીકામ કરતો સૃષ્ટિધર રબીન્દ્રભાઇ સી. પગપાળા જતો હતો ત્યારે જુના જાંબુડીયા નજીક ઇકો કારના ચાલકે તેને હડફેટે લેતા સૃષ્ટિધરને સારવારમાં ખસેડાયો હતો.
મહીલા સારવારમા
મોરબી નજીકના વીરપરડા ગામે રહેતા રહેમતબેન સલેમાનભાઈ સુમરા નામની મહિલાને વિરપરડા અને નાના દહીંસરા વચ્ચે ભેંસે પાટુ મારતા રહેમતબેનને સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસેથી પગપાળા જઈ રહેલા એલીયાસભાઇ ડામોર નામના યુવાનને કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્તએલયાસ ડામોરને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
