મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમ પાણીપત ચેમ્પિયન ટ્રોફીની બની રનર અપ


SHARE









મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમ પાણીપત ચેમ્પિયન ટ્રોફીની બની રનર અપ

હરિયાણાના પાણીપતમાં ૧૭ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન આંતર રાજ્ય ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચમાં યોજાઇ હતી જેમાં હરિયાણા ફાઈટરે ગુજરાતની ટીમને ૯ વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની આગેવાની હેઠળ હરિયાણા ગયેલી અંડર ૧૫ ટીમ તેની તમામ લીગ મેચો અને સેમીફાઈનલ જીતીને ફાઇનલમાં પહોંચી હતી જેમાં દિલ્હીએ હિમાચલ, ઉત્તર પ્રદેશ જેવી મજબૂત ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાં ઉતમ દેખાવ કર્યો હતો. અને ફાઇનલના અંતે યોજાયેલ એવોર્ડ વિતરણ સમારોહમાં હરિયાણા સરકારના મંત્રી ખોખરે વિજેતા ટીમો અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કર્યા હતા, જેમાં મોરબીના પ્રિયાંશુ ત્રિવેદીને મોરબીના બેસ્ટ ઓલરાઉન્ડર, યોગ બરસારા અને ઉભરતા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ જયવીરસિંહ ઝાલાને બેસ્ટ ડિસિપ્લીન પ્લેયર અને યશ ગોધાણીને બેસ્ટ વિકેટ કીપરનું બિરુદ આપવામાં આવ્યું હતું.




Latest News