મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના ગાળા પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના ગાળા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન મશીનના બેલ્ટમાં હાથ આવી ગયો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ગાળા ગામ પાસે આવેલ સોલો ગ્રેસ કંપનીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રાજેન્દ્રકુમાર રામદાસ યાદવ (૧૯) નામનો યુવાન કારખાનામાં ગત તા. ૨૧/૧૦ ના રોજ મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર મશીનના બેલ્ટમાં તેનો હાથ આવી જતા તે યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું ગઈકાલે મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા શોભનાબેન ગણેશભાઈ જાંબુકિયા (૨૩) નામની મહિલા તેના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને માતાજીના મંદિરે જઈ રહ્યા હતા ત્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલ નજીક રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં શોભનાબેનને ઇજાઓ થયો હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

વાહન અસ્કમત
મોરબી નજીકના રવાપર પાસે રહેતા લક્ષ્મીબેન પરસોત્તમભાઈ પનારા (૮૩) રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News