મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીનો રાઘવ SGFI એથ્લેટિક મીટમાં ૮૦ મીટર હર્ડલ્સમાં રાજ્યમાં પ્રથમ: સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટમાં ૧૬ મેડલ જીત્યા


SHARE









મોરબીનો રાઘવ SGFI એથ્લેટિક મીટમાં ૮૦ મીટર હર્ડલ્સમાં રાજ્યમાં પ્રથમ: સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટમાં ૧૬ મેડલ જીત્યા

ગોધરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે એસજીએફઆઈ સ્ટેટ લેવલ એથ્લેટ મીટ રમાઈ હતી જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીઓ ભાગ લેવા આવ્યા હતા. મોરબી જિલ્લાની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી રાઘવે તેમાં પ્રથમ સ્થાન  મેળવીને નેશનલની ટીકીટ મેળવી હતી. અને આગામી નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ગેઇમ રમાશે

મોરબીની ટીમ સાથે આવેલા દિલ્હી અને પબ્લિક સ્કૂલના મોરબી ડિસ્ટ્રિક્ટ મેનેજર અને હેડ કોચ અલી ખાને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ રાજ્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબીની જુદી-જુદી શાળાના કુલ ૮ વિદ્યાર્થીઓ ગયા હતા અને ત્યાં રાઘવ વિવિધ સ્પર્ધકો સામે રમ્યો હતો અને સમગ્ર મોરબી જિલ્લામાંથી CBSE શાળાના એકમાત્ર વિદ્યાર્થી તરીકે રાઘવે ભાગ લીધો હતો અને નેશનલ્સની ટિકિટ મેળવી હતી.

 સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટમાં ૧૬ મેડલ જીત્યા

 સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટ ૨૦૨૩  સૈનિક સ્કૂલ બાલચડી જામનગર ખાતે યોજાઈ હતી જેમાં ૮ જિલ્લાના ૫૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટમાં મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના માત્ર ૨૮ સભ્યોની એથ્લેટીક ટીમે ભાગ લીધો હતો અને ૬ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ સહિત કુલ ૧૬ મેડલ મેળવીને જુનિયર ચેમ્પિયનશીપ પર કબ્જો જમાવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં મયંક એરી, નીરભી ચૌધરી, જીતેન્દ્ર ચૌધરી, રાઘવ જાદૌન, યુવીએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.ક્રિશા આઘારા, નેત્રા તુલસીદાસ, શાંતનુ સૈની, શાંભવી ઠાકુર, રાઘવ જાદૌન અને રિલેમાં સિલ્વર મેડલ જ્યારે ફોરમ દેદેહી, રૌનક કુમાર, રાઘવ અને રિલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એવોર્ડ વિતરણ સમારોહમાં લેફ્ટનન્ટ કર્નલ મહેતાએ મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના ખેલાડી જીતેન્દ્ર ચૌધરીને બેસ્ટ એથ્લેટની ટ્રોફી આપી હતી. અંતમાં એથ્લેટ મીટના સંયોજકો માસ્ટર હરપાલ અને માસ્ટર મનોજે પધારેલા તમામ ખેલાડીઓ અને તેમના કોચનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી.




Latest News