મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનારા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનારા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને યુવતીને ગર્ભવતી બનાવી દેનારા આરોપીની ધરપકડ કરી હતી જે આરોપીએ વકીલ મારફતે રેગ્યુલર જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધયાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી સોશ્યલ મીડિયાની માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી અને તે યુવતી સાથે મિત્રતા બનાવીને કાનો ભુપતભાઇ કોળી નામના શખ્સે યુવતીને મળવા માટે બોલાવી હતી.ત્યાર બાદ તે શખ્સે યુવતીના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપી હતી અને યુવતી સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને યુવતી ગર્ભવતી હોવાનુ સામે આવ્યું હતું. જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપી જયકિશન ઉર્ફે કાનો ભુપતભાઇ સરવૈયા જાતે કોળી (૨૧) ની ધરપકડ કરી હતી આ આરોપીના રેગ્યુલર જામીન માટે મોરબીની સ્પેશયલ ફાસ્ટ્રેક કોર્ટમાં આરોપીના વકીલ મનીષભાઈ ઓઝ (ગોપાલભાઈ) દ્વારા રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી  જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને સ્પેશયલ ફાસ્ટ્રેક કોર્ટના જજ ડી.પી. મહિડાએ આરોપી જયકિશન ઉર્ફે કાનો ભુપતભાઇ સરવૈયાને ૨૫,૦૦૦ ના બે જામીન આપીને શરતી રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનીષભાઈ ઓઝ અને મહેનાઝ્બેન પરમાર રોકાયેલ હતા






Latest News