મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે દુકાનમાંથી આયુર્વેદિક નસીલી સીરપની ૨૦ બોટલ મળી


SHARE







ટંકારાના નેકનામ ગામે દુકાનમાંથી આયુર્વેદિક સીલી સીરપની ૨૦ બોટલ મળી

ટંકારા તાલુકાના નેકનામ ગામે સુમિત સીઝન સ્ટોર નામની દુકાનમાંથી આયુર્વેદિક સીલી સીરપની વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ચેક કરતા સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની નસીલી આયુર્વેદિક સીરપની ૨૦ બોટલો મળી આવતા પોલીસે ૨૮૨૦ ની કિંમતના મુદ્દામાલને કબ્જે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નસીલી સીરપનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળતાની સાથે પોલીસ દ્વારા ત્યાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને સિરપની બોટલોનો જથ્થો કબજે કરવામાં આવતો હોય છે દરમિયાન ટંકારા તાલુકા પોલીસની ટીમને મળેલ બાતમી આધારે ટંકારા તાલુકાના નેકનામ ગામે હસમુખભાઈ ખોડાભાઈ નડીયાપરા જાતે કુંભાર (૪૧) ની સુમિત સિઝન સ્ટોર નામની દુકાન આવેલ છે ત્યાં આયુર્વેદિક નસીલી સીરપનો જથ્થો હોવાનું અને ત્યાંથી આયુર્વેદિક નસીલી સિરપનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં ચેક કરતા સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૦ આયુર્વેદિક નસીલી સિરપની બોટલો મળી આવતા પોલીસે ૨૮૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છ

દેશી દારૂ

હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ ગુંદરાણીની સીમમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવતા ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી ૪૦૦ રૂપિયાની કિંમતના મુદ્દા માલને કબજે કરી મેહુલ ઉર્ફે લાલો ગુગાભાઈ ડાભી જાતે કોળી (૨૮) રહે. ટીકર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરે છેv






Latest News