મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પ્રાચીન ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું


SHARE









લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પ્રાચીન ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

માળીયા (મી.) ગામમાં  પોલિસ લાઈન ખાતે શીતળા માતા ગરબી મંડળ આશરે ૧૨૫ વર્ષ પહેલાથી પ્રાચીન ગરબીનું સુંદર આયોજન થઈ રહીયુ છે. જેમાં  પોલિસ લાઈનના  સેવાભાવી કર્મચારી ભાઈઓ દ્વારા ખુબ સુંદર આયોજન થાય છે. આ ગરબીમાં ૧૨૦ બાલિકામાં મુસ્લિમ પરિવારની ૪૦ જેટલી નાની બાળાઓ પણ જોડાઈ છે અને માતાજીનાં ગરબે રમે છે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી વતી તમામ બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી તો મોરબીના નવલખી રોડ ખાતે આવેલ રણછોડનગરમાં સાઈ મંદિર અને હનુમાનજી મંદિરમાં પણ ગરબીનું આયોજન થાય છે આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં આશરે આ વિસ્તારની ૧૦૫ બાળાઓ, સત્યેશ્વર મહાદેવ મંદિરે શિવશક્તિ ગરબી મંડળની આશરે ૫૦ જેટલી બાળાઓ આમ શહેરની અલગ અલગ પ્રાચીન ગરબીઓમાં લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  લ્હાણી આપવામાં આવી હતી ત્યારે લાયન્સ ક્લબ મોરબી પરિવારમાંથી લાયન તુષાર દફતરી, મનીષભાઈ આદ્રોજા, જયેશભાઈ, કે.પી. ભાગિયા, મણીલાલ કાવર, પ્રાણજીવન  રંગપરીયા, જયેશભાઈ સંઘાણી, મહાદેવભાઈ ચીખલિયા તેમજ દાતા બાલાજી જવેલર્સ વાળા પંકજભાઈ બાવરવા તથા જીતેન્દ્રભાઈ ગણેશભાઈ વિરમગામા હાજર રહ્યા હતા અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં ફર્સ્ટ વાઈસ  ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા  ખાસ હાજર રહ્યા હતા તેવું મોરબી સીટીના  સેક્રેટરી ટી.સી. ફુલતરીયાએ જણાવેલ છે




Latest News