મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વાડા વિસ્તારમાંથી બિયરના ૧૪ ટીન સાથે એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મી)માં વાડા વિસ્તારમાંથી બિયરના ૧૪ ટીન સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણામાં જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તારમાં પોલીસે રેડ કરી હતી ત્યારે બાવળની કાંટમાંથી બિયરના ૧૪ ટીન મળી આવતા પોલીસે ૧૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ધરપકડ કરીએ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણાના જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તારમાં દારૂ બીયર હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં બાવળની કાટમાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરની ૧૪ ટીન મળી આવ્યા હોય પોલીસે ૧૪૦૦ રૂપિયાની કિંમતમાં બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને અબ્દુલભાઈ અનવરભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૭) રહે જૂની રેલવે સ્ટેશન પાસે વાળા વિસ્તાર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ બિયરના ટીન તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વરલી જુગાર

માળીયા મીયાણામાં માતમ ચોક પાસે ખંઢેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વાલીમામદ ઉર્ફે સનેડો કરીમભાઈ મોવર જાતે મિયાણા (૩૦) રહે. ગેબનશા પીરની દરગાહ પાસે માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૫૨૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News