વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે કારખાનામાં ગાડીનું વ્હીલ ફરી વળતાં યુવાનનું મોત


SHARE







મોરબીના ગાળા પાસે કારખાનામાં ગાડીનું વ્હીલ ફરી વળતાં યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામની સીમમાં કારખાનાની અંદર તળિયાનું ધાબુ ભરવાનું કામ ચાલુ હતું ત્યારે એજેક્ષ મિક્સરની ગાડીનું વ્હીલ યુવાન ઉપર ફરી ગયું હતું.જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું.જે બનાવમાં હાલમાં મૃતક યુવાનના બનેવી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ રોડ ઉપર આવેલ એરાકોન સીરામીક ખાતે રહેતા દિગુભાઈ શ્રીસકલ પાસવાન જાતે અનુ. જાતિ (ઉમર ૩૦) નામના યુવાને એજેક્ષ મિક્સરની ગાડી નંબર જીજે ૩૪ એસ ૦૬૯૭ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામની સીમમાં કેરોવીટ ગ્લોબલ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આરોપી તેના હવાલા વાળું વાહન બેફિકરાયથી ચલાવતા ફરિયાદીના સાળા જયલાલભાઈ લખીન્દ્રભાઈ પાસવાન (ઉંમર ૩૨) કારખાનામાં તળિયાનું ધાબુ ભરવાનું કામ કરતા હોય જેના ઉપર વાહન ચાલકે તેનો વાહનના વ્હીલ ફેરવી દીધા હતા.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે

મજૂર યુવાન સારવારમાં

મોરબીના જુના ઘુંટુ રોડ પર હનુમાન મંદિર સામે આવેલ પૂનમ ઇન્ડસ્ટ્રીઝના ક્વોટરમાં રહેતા રાકેશકુમાર ભગેન્દ્રપ્રસાદ નામના ૨૭ વર્ષના યુવાનને યુનિટમાં કામ દરમિયાન વજનદાર વસ્તુ શરીર ઉપર પડતાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો અને તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા પોલીસ દ્વારા તપાસ ચલાવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના રામેશ્વરનગર ગામે રહેતા પ્રભાબેન ગિરધરભાઈ મનીપરા નામના ૬૦ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં ગામના પાટીયા પાસે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હોય તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી દ્વારા તપાસ કરવામાં આવી હતી






Latest News