વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામેથી પરિણીતા ગુમ


SHARE







મોરબીના ઘુટુ ગામેથી પરિણીતા ગુમ

મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા યુવાનના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને યુવાને હાલમાં તેના પત્ની ગુમ થયા હોવાની ગુમ સુધા ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપતા પોલીસે તેની નોંધ કરી ગુમ થયેલ મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘુટુ ગામે પરેચા શેરીમાં રહેતા મનીષભાઈ હિરજીભાઈ પરેચા (૪૦) ના પત્ની લતાબેન મનીષભાઈ પરેચા (૪૦) ગત તા. ૨૧/૧૦ ના સવારે ૧૦ વાગ્યાથી ઘુટુ ગામે પોતાના ઘરેથી કોઈને કશું કર્યા વગર નીકળી ગયેલ છે અને ગુમ થઇ  ગયા હોય હાલમાં મનીષભાઈએ તેઓના પત્ની ગુમ થયા અંગેની ગુમ સુધા ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેમના પત્નીએ જમણા હાથ ઉપર લતા મનીષ ત્રફાવેલ છે અને છાતીના ભાગે ઓપરેશન કરાવે છે તેમજ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાથી ટાંકા લીધેલના નિશાન પણ છે જે ગુમ થઈ ગયેલ છે તેની પોલીસે નોંધ કરીને ગુમ થયેલ મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબી મહેન્દ્રનગર બસ સ્ટેશન પાસે થી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેના આધારે પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે વિજયભાઈ બાબુભાઈ ઝાલા જાતે અનુ. જાતિ (૩૧) રહે મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News