મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારની કોર્ટે ચેક રીટર્નના કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા


SHARE









ટંકારની કોર્ટે ચેક રીટર્નના કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા

ટંકારામાં હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર શખ્સની સામે કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા કોર્ટે ફટકારી છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામના રહેવાસી પ્રાણજીવનભાઈ મગનભાઈ વિરસોડીયાએ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના રહેવાસી વલ્લભભાઈ અજરામરભાઈ છત્રોલા પાસેથી અંગત ઉપયોગ માટે નવ લાખ સંબંધના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે પ્રાણજીવનભાઈએ નવ લાખનો ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થતાં વલ્લભભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ટંકારાના મહે.જયુડી. મેજી. ફ.ક. સાહેબની કોર્ટમાં વકીલ કાનજી એમ. ગરચર તથા અનિલ આર. ગોગરા મારફતે એપ્રિલ ૨૦૨૨ માં કેસ દાખલ કરેલ હતો જે કેસ ચાલી જતાં ટંકારાના મહે. જયુડી, મેજી. ફ.ક. જજ એસ.જી. શેખએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ નવ લાખ ફરિયાદીને વળતર પેટે દિન ૫૦ માં ચૂકવી આપવા હુકમ કરવામાં આવેલ છે અને વળતરની રકમ ચૂકવવામાં કસુર થયેથી ૩ મહિનાની કેદનો ચુકાદો આપેલ છે આ કેસમાં ફરિયાદી તરફે મોરબી જિલ્લાના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર તથા અનિલ આર.ગોગરા રોકાયેલ હતા.




Latest News