મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય એકતા દિવસે મોરબીના કલેક્ટર સહિતના સ્ટાફે શપથ લીધા


SHARE







રાષ્ટ્રીય એકતા દિવસે મોરબીના કલેક્ટર સહિતના સ્ટાફે શપથ લીધા

ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં દર વર્ષે  ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની  ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબી ખાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા.  

ભારત સરકારના ગૃહ મંત્રાલય વિભાગના સંકલન અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતાઅખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાના આશય સાથે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસ અન્વયે ગઇકાલે ૩૦ ઓક્ટોબરે કલેકટર કચેરી ખાતે મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યા સહિત વિવિધ અધિકારીઓ અને કર્મચારીશ્રીઓએ રાષ્ટ્રની એકતાઅખંડિતતા અને સલામતી માટેના શપથ લીધા હતા.






Latest News