મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ડિબેટ કોમ્પિટિશન યોજાઇ


SHARE









મોરબીની ભારતી વિધાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ડિબેટ કોમ્પિટિશન યોજાઇ

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના મનના મૌલીક વિચારો મુક્તપણે નીડરતાથી બોલી શકે તે માટે અલગ અલગ ૧૯ જેટલા રાઉન્ડમાં ડિબેટ કોમ્પિટિશન યોજાઈ હતી અને આ સ્પર્ધા શરુ કરતા પહેલા સરદાર પટેલના શોર્યની ચર્ચા કરાઈ અને શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવી તેમજ ગઇકાલે મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની પ્રથમ વરસી હતી ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામેલ આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પણ રાખવામા આવ્યું હતું આ સ્પર્ધાના અલગ અલગ રાઉન્ડમાં દેશની સમસ્યા, દુનિયાની અજાયબી, મોરબી શહેરના ઐતિહાસિક સ્થળો, જો હું મુખ્યમંત્રી હોવ તો..?, વૃદ્ધાશ્રમમાં રહેલ માતા પિતાની વેદના, દીકરી બે ઘરનો દીવો, ટેક્નોલોજીના લાભાલાભ, ગામડું અને શહેરનું જીવન જેવા અલગ અલગ વિવિધતા વાળા મુદ્દા રાખવામા આવ્યા હતા અને આ ડિબેટ સ્પર્ધામાં પ્રથમ નંબર અંબાણી સ્નેહા ધીરેનભાઈ અને બીજો નંબર જાદવ દક્ષ હેમંતભાઈ નો આવ્યો હતો જેથી શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ વિજેતા બનેલા વિદ્યાર્થી સહિતના તમામને અભિનંદન પાઠવ્યા હતા




Latest News