મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ખેતરમાં ચાલતા રોટાવેટરમાં આવી જવાથી બંને પગ કપાઈ જતાં વૃદ્ધનું મોત


SHARE







મોરબીના જેતપર ગામે ખેતરમાં ચાલતા રોટાવેટરમાં આવી જવાથી બંને પગ કપાઈ જતાં વૃદ્ધનું મોત

મોરબીના જેતપર ગામની સીમમાં ખેતરમાં રોટાવેટર ચલાવતા સમયે રોટાવેટરમાં અવાજ આવતો હોવાથી વૃદ્ધ તે ચેક કરવા માટે થઈને રોટાવેટરની ઉપરના ભાગે ઉભા હતા દરમિયાન અકસ્માતે તેનો પગ લપસતા બંને પગ રોટાવેટરમાં આવી ગયા હતા અને બંને પગ કપાઈ જવાના લીધે ગંભીર ઇજા થઈ હોવાથી વૃદ્ધનું મોત નીપજયું હતું આ બનાવની તેઓના કૌટુંબિક ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે રહેતા રામજીભાઈ ત્રિભોવનભાઈ અઘારા (૫૮) નામના વૃદ્ધના બંને પગ રોટાવેટરમાં આવી જતા જમણો પગ ઢીંચણથી ઉપરના ભાગેથી કપાઈ ગયો હતો અને ડાબો પગ કાંડાના ભાગેથી કપાઈ ગયો હતો જેથી કરીને ગંભીર ઇજા થવાના કારણે અને શરીરમાંથી વધુ લોહી નીકળી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું આ બનાવની મૃતકના કૌટુંબિક ભાઈ રાજેશભાઈ ચતુરભાઈ અઘારા રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે જેતપર ગામે આવેલ રાપરીયુ સીમમાં ટ્રેક્ટરમાં રોટાવેટર લગાવીને ખેતરમાં ચલાવતા હતા દરમિયાન રોટાવેટરમાં અવાજ આવતો હતો જેથી કરીને તે ચેક કરવા માટે થઈને રોટાવેટર ઉપર રામજીભાઈ અઘારા ઉભા હતા દરમિયાન અકસ્માતે તેનો પગ લપસતા બંને પગ રોટાવેટરમાં આવી જતા બંને પગ કપાઈ ગયા હતા જેથી કરીને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતુ હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મોરબી તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા કરસનભાઈ પુનાભાઈ બાંભવા (૨૪) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લખધીરપુર કેનાલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી કરસનભાઈને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબી નજીકના ચકમપર ગામે અરવિંદભાઈ દેત્રોજા ની વાડીએ રહેતા મનીષભાઈ કેશાભાઈ સંગોળ (૩૦) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News