મોરબીના ભડીયાદથી જોધપર જતા રસ્તે બે બાઈક સામસામા અથડાતા બે યુવાનોને ઈજા
Morbi Today
મોરબી-માળિયા તાલુકા પંચાયતની આઈ.આર.ડી. શાખામાં રેકર્ડ વર્ગીકરણ કરાયું
SHARE
મોરબી-માળિયા તાલુકા પંચાયતની આઈ.આર.ડી. શાખામાં રેકર્ડ વર્ગીકરણ કરાયું
સમગ્ર રાજ્યમાં 'સ્વરછતા એજ સેવા' અભિયાન અંતર્ગત આગામી તા. ૪ સુધી તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં મોરબી અને માળિયા તાલુકા પંચાયતની આઈ.આર.ડી. શાખામાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં તેમજ તેમની સલાહ-સૂચન અનુસાર સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.









