તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ


SHARE









મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારનો સગીર વયનો દીકરો કોઈને કશું કહ્યા વગર જતો રહ્યો છે અથવા તો તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી અજાણ્ય શખ્સની સામે હાલમાં ગુમ થયેલા સગીરના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે અને બાળકને શોધવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઇનબોક્સ ઓટો પેક કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા તસ્લીમખાન સુભાનખાન નટ (55)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તા. 27 ના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસાથી તેનો 13 વર્ષનો દીકરો અબ્દુલ ઘરે કોઈને કશું કહ્યા વગર કંઈ જાણ કર્યા વગર ક્યાંય જતો રહ્યો છે અથવા તો તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ગુમ થયેલા સગીરના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને સગીરને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે ડી-માર્ટ પાસેથી પગપાળા જઈ રહેલા શ્રદ્ધાબેન આર. ભગત (૫૮) રહે.વિદ્યાનગર સોસાયટી સાયન્સ કોલેજ સામે ભળીયાદ રોડ સામાકાંઠે મોરબી-૨ ને પાછળના ભાગેથી બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા શ્રદ્ધાબેનને અત્રેની ૐ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ મોરબીના પાડાપુલ પાસે સ્કોર્પીયો કારના ચાલક દ્વારા બાઇકને હડફેટ લેવામાં આવતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજા પામેલ સંજય ભુદરભાઈ ઓગણજા (૩૭) રહે.બોની પાર્ક રવાપર ને ઇજાઓ થઈ હોય અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીના સર્કિટ હાઉસ સામેના ભાગમાં આવેલ ભારતપરા મફતિયાપરા નજીકથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1497 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અરમાનભાઈ ઉર્ફે ભાણો ઈકબાલભાઈ જુણેજા (20) રહે. ભારતપરા મફતપરા સર્કિટ હાઉસની સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News