હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત


SHARE









વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતી  નવોઢાએ કોઈ કારણોસર બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હીનાબા યોગીરાજસિંહ ઝાલા (27) એ કોઈ કારણોસર ગત તા. 27/4 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે મહિનાનો હોય તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી.ખાંભલા ચલાવી રહ્યા છે

હળવદ અકસ્માત
હળવદના કવાડિયા ગામે રહેતા પરિવારનો અજય નવઘણભાઈ સલાટ નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાંથી પડી જવાથી ઇજા પામ્યો હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે સુરજબારીના જેડાવાસ વિસ્તારમાં રહેતા સમીર રજાકભાઈ જેડા નામના ૨૦ વર્ષના યુવાન ઉપર સુરજબારી ખાતે કાળા કલરની સ્કોર્પિયો માથે ચડાવીને બે લોકો દ્વારા ધારિયા વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવતા ઈજા પામેલ હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબી સુપર ટોકીઝ પાસે પગપાળા જતા સમયે ચક્કર આવતા પડી જવાથી અમિતભાઇ જનકભાઈ દવે (૪૫) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી ને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના શનાળા બાયપાસ ખાતે રહેતા રોશનબેન અકબરભાઇ અજમેરી (૪૬) અને અકબરભાઈ મહંમદભાઈ અજમેરી (૫૬) ને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચી હોય બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News