હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ


SHARE









મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી કરવામાં આવી હતી અને તે મતગણતરી દરમિયાન મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા 177 જેટલા ઉમેદવારોમાંથી આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ મળીને 94 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે.

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનીને લોક સેવા કરવા માટે થઈને ઘણા બધા આગેવાનો દ્વારા રાજકીય પક્ષો અને અપક્ષોમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને 52 બેઠકો માટે કુલ મળીને 177 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી જોકે, મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મતદારો દ્વારા 65.62 ટકા જેટલું મતદાન કરવામાં આવ્યું હતું તે મતોની ગણતરી કરવામાં આવી હતી દરમિયાન જે તે વોર્ડમાં માન્ય થયેલા મતોને 16 થી ભાંગવામાં આવેલ ત્યાર બાદ જે રકમ આવે તેટલા મતો જે ઉમેદવારોને મળ્યા હોય તેમની ડિપોઝિટ બચી જાય છે અને તેનાથી ઓછા મત જે ઉમેદવારોને મળ્યા હોય તેવા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ જતી હોય છે

મોરબીમા મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જે ઉમેદવારો હતા તેમાંથી કોંગ્રેસના 28, આમ આદમી પાર્ટીના 46 તથા અન્ય પક્ષ અને અપક્ષના 20 આમ કુલ મળીને 94 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં 52 ને 52 બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા જો કે, પરિણામ જાહેર થયું ત્યારે 52 પૈકીના 46 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગયેલ છે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો 49 બેઠક ઉપર કોંગ્રેસે તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને તે પૈકીના 28 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે આ ઉપરાંત અન્ય પક્ષ અને અપક્ષમાંથી જે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી તેમાંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થયેલ છે




Latest News