મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર


SHARE









વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર

મોરબી જિલ્લાનો વાંકાનેર તાલુકામાં શિક્ષિકા બહેનોને ચૂંટણીમાં નિયમ વિરુદ્ધ માનવતા દાખવ્યા વગર બહેનોને 50-50 કિલોમીટર દૂરના બુથ પર ફરજ સોંપવામાં આવેલ હતી પણ રાષ્ટ્રીય કામગીરી હોવાના કારણે કપરા વિસ્તારમાં પણ કામગીરી સંભળી હતી જેથી બહેનોમાં ખુબજ રોષની લાગણી હતી,  ચૂંટણીમાં શિક્ષિકા બહેનોને સામાન્ય રીતે એમની ફરજ હેઠળની શાળાના 8 (આઠ) કિ.મી.ની ત્રિજ્યામાં આવતા બુથમાં મુકવા, મહિલાઓને સલામતી અને સુરક્ષાના કારણોસર અંતરિયાળ વિસ્તારમાં ન મુકવા કારણ કે મહિલા પોલિંગ સ્ટાફને રાત્રી રોકાણ બુથ ઉપર કરવાનું હોતું નથી એટલે મતદાનના આગળના દિવસે અને મતદાન દિવસે વહેલી સવારે સમય સર બુથ પર પહોંચી શકે એ માટે એમને ફરજની નજીકના સ્થળે કામગીરી સોંપવાની ચૂંટણી પંચની સૂચના હોવા છતાં શિક્ષિકા બહેનોને 40 થી 50 કિલોમીટર દૂર ચૂંટણી બુથ ફાળવવામાં આવેલ, જે બહેનોને નાના બાળકો છે એવી બહેનોને દૂર દૂર બુથ ફાળવેલ છે, બધા બહેનોએ રજુઆત કરી છતાં બહેનોની એક પણ વાત માની નહિ, જેથી શિક્ષિકા બહેનો ખુબજ હેરાન પરેશાન થયેલ ,જેથી બહેનોમાં ખુબજ રોષ જોવા મળી રહ્યો હોય, ચૂંટણીની રાષ્ટ્રીય ફરજ બજાવ્યા બાદ બહેનોને થયેલ અન્યાય બદલ બહોળી સંખ્યામાં બહેનો વાંકાનેર ખાતે ઉપસ્થિત રહી ભવિષ્યમાં ક્યાંય પણ આવું ન બને એ માટે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી આવેદન આપેલ છે.




Latest News