મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨મી નવેમ્બરે યોજાશે


SHARE













વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨મી નવેમ્બરે યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો નવેમ્બર-૨૦૨૩ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી નવેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીનાં વડાને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.

અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણી દ્વારા જણાવાયું છે







Latest News