વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨મી નવેમ્બરે યોજાશે
વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ કરાયું
SHARE
વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ કરાયું
મોરબીમાં જિલ્લામાં 'સ્વરછતા એજ સેવા' અભિયાન અન્વયે વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં 'સ્વરછતા એજ સેવા' અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં અન્વયે વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અનુસાર સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.