મોરબી: પાટીદાર સમાજની આંતરિક સમસ્યાઓના ઉકેલ માટે શરૂ કરાઈ ઉમિયાની અદાલત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1698926696.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી: પાટીદાર સમાજની આંતરિક સમસ્યાઓના ઉકેલ માટે શરૂ કરાઈ ઉમિયાની અદાલત
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જંયતિ નિમિત્તે વિશ્વ ઉમિયા ધામ દ્વારા ઉમિયાની અદાલત શરૂ કરવામાં આવી છે. જેના થકી વિવાદિત પક્ષો સંપર્ક કરી શકે છે. અને સમાજના વરિષ્ઠ લોકો અને નેતાઓની મદદથી વિવાદો અને સમસ્યાનું સુખદ પરિણામ લાવવામાં આવશે.
પાટીદાર સંસ્થા વિશ્વ ઉમિયા ધામ દ્વારા પાટીદાર સમાજના આંતરિક વિવાદો અને અસંમતિઓના નિરાકરણ માટે ઉમિયા અદાલત શરૂ કરવામાં આવી છે જેની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, પારિવારિક અને અન્ય બાબતોને લગતા અનેક કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. આ પ્રકારના વિવાદની જ્યારે અમારી જિલ્લા સ્તરની સમિતિને જાણ થશે ત્યારે તેનો સુખદ અંત લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, જમીન વિવાદો અને વૈવાહિક વિખવાદ સહિતના સેંકડો કેસો વિવિધ અદાલતોમાં દાખલ કરાય છે. ત્યારે આવા કેસ કોર્ટમાં દાખલ થતાં અટકાવવા માટેનો આ એક પ્રયાસ છે. જેના ભાગરૂપે ઉમિયાની અદાલત શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત વિશ્વ ઉમિયા ધામે સતત તણાવ અને હતાશાનો સામનો કરી રહેલા યુવાનો અને પ્રોફેશનલ્સનું કાઉન્સેલિંગ કરવા માટે એક ઉમા કાઉન્સેલિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ડોક્ટરો અને મોટિવેશન્લ સ્પીકર્સની ટીમ યુવાનોનું કાઉન્સેલિંગ કરશે આ સેન્ટરનું નેતૃત્વ ડોક્ટર, પ્રેરક વક્તા અને લેખક જીતેન્દ્ર અઢિયા કરશે. તેમજ સિવિલ સર્વિસમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે તાલિમ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું નેતૃત્વ પૂર્વ મુખ્ય સચિવ ડી.જે. પાંડિયન કરશે આ એકેડમી અમદાવાદના નિકોલમાં અને ગાંધીનગરમાં શરૂ કરવામાં આવશે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)