મોરબીના બેલા ગામે ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની ના પડતાં વૃદ્ધાને એક શખ્સે માર માર્યો
મોરબીના ટિંબડી ગામે રહેતા યુવાને બનેવીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી
SHARE
મોરબીના ટિંબડી ગામે રહેતા યુવાને બનેવીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી
મોરબી નજીકના ટિંબડી ગામે રહેતા યુવાનને તેના બનેવી દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને યુવાને કંટાળી જઈને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબી નજીકના ટીંબડી ગામે રહેતા મનસુખભાઈ મોતીભાઈ બોસિયા (૨૭) નામના યુવાને પોતાના ઘરે હતો ત્યારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.દરમિયાન મનસુખભાઈના મોટાભાઈ મોહનભાઈ મોતીભાઈ બોસિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેમના નાના બહેન સવિતાબેનને તેઓના બનેવી અશોકભાઈ મેપાભાઇ મકવાણા રહે. પડધરી વાળા શારીરિક માનસિક ત્રાસ આપતા હોય અને મારકૂટ કરતા હોય રક્ષાબંધને સવિતાબેન તેઓના ઘરે આવ્યા હતા ત્યારબાદ તેમના સાસરે પાછા ગયા ન હતા જેથી અશોકભાઈ મકવાણા દ્વારા તેના ભાઈ મનસુખભાઈ તેમજ તેઓને અને તેમના બહેનોને ફોન કરીને ગાળો આપીને બેફામ વાણી વિલાસ કરીને માનસિક ત્રાસ દેવામાં આવતો હતો.જેથી કરીને કંટાળી જઈને તેમના ભાઈ મનસુખભાઈ મોતીભાઈ બોસિયાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ તેમના બનેવી સામે પોલીસમાં લેખિત ફરિયાદ પણ તેઓ દ્વારા આપવામાં આવેલ છે જોકે પોલીસ દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી હજુ પણ તેમના બનેવી બેફામ વાણી વિલાસ કરીને તેઓને ગાળો આપતા હોય છે જેથી કંટાળી જઈને તેના નાના ભાઈએ આ પગલું ભરેલ છે.
અકસ્માતમાં ત્રણને ઇજા
મોરબીની વીસી હાઈસ્કૂલની સામેના ભાગે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારી બાઈક અને ઓટોરિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી વીસી હાઈસ્કૂલના ગેટ પાસે રીક્ષા અને ડબલ સવારી બાઈક અથડાયા હતા જે બનવામાં રીક્ષા ચાલક કલ્પેશ નરસીભાઇ (ઉમર ૨૫) રહે.વીસીપરા તેમજ બાઈકમાં ડબલ સવારીમાં રહેલા ઘનશ્યામ દેવાભાઈ સોલંકી (ઉંમર ૪૦) રહે.મોરબી તેમજ રમેશ તમાશીભાઈ સોલંકી (ઉમર ૩૫) રહે.મોરબીને ઇજા થતા ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.