મોરબીના ટિંબડી ગામે રહેતા યુવાને બનેવીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી
હળવદની સરકારી શાળાની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા
SHARE
હળવદની સરકારી શાળાની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા
હળવદમાં મોરબી દરવાજા પાસે આવેલ સરકારી શાળા નંબર-૪ ની શુભેચ્છા મુલાકાતે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા લેવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, અજયભાઈ રાવલ, હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા સહિતના હાજર રહ્યા હતા ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મોરબી જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી શાળા હોવાથી અને ખાસ કરીને રાજય સરકારના સ્કૂલ ઓફ ઍક્સેલેન્સ પ્રોજેકટમાં શાળાની પસંદગી થવા બદલ અભિનંદન આપ્યા હતા અને શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયાનું કામ બિરદાવીને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી