મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિદોષ છુટકારો


SHARE









મોરબીની કોર્ટમાંથી પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિદોષ છુટકારો

મોરબી જીલ્લાના એક ગામના ફરિયાદીની સગીરવયની દીકરીનું લગ્ન કરવાના ઈરાદે તા ૪/૧૧/૨૧ ના રોજ આરોપી ભુરાભાઈ બાબુભાઈ ગામોડ અનુ. જાતી રહે. મુળ ગામ ખજુરકો જીલ્લો જાબવા વાળો અપહરણ કરી ગયો હતો અને જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ સગીરા સાથે દરેક જગ્યાએ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી આરોપી સામે ટંકારા તાલુકા પોલીસે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી જે કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપીનો નિર્દોષ છુટકારો થયેલ છે

આ બાબત ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો અને આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ ચાર્જશીટ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ૨જુ કરતા આરોપી સામે સ્પે. પોકસો કેસ નં. ૦૪/૨૨ થી કેસ દાખલ થયેલ હતો આ કેશ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં જજ ડી.પી. મહીડા સાહેબે સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાંભળીને તમામ પુરાવાઓ ધ્યાનમા લઈને આ કામના અરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા




Latest News