મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના નીચી માંડલ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામની સીમમાં આવેલા સીરામીક કારખાનાની સામેના ભાગમાં આવેલ વાડીના કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે નેકોન સીરામીક કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો મૂળ રાજસ્થાનનો રહેવાસી યુવાન રાજેશભાઈ રામકૃષ્ણભાઈ ગુર્જર (ઉંમર ૩૧) કારખાનાની બાજુમાં આવેલ વાડીના કુવામાં કોઈપણ કારણોસર અકસ્માતે પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું.ત્યારબાદ કૂવામાંથી તેની ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી.વસિયાણી ચલાવી રહ્યા છે.

યુવતી સારવારમાં

મોરબીના છાત્રાલય રોડ ઉપર રાધે-ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ આંબાવાડી શેરી નંબર-૨ માં રહેતી જુલીબેન પોચાભાઈ કુવાડીયા નામની ૨૩ વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ફીનાઇલની ગોળીઓ ખાઈ લેતા તેણીને મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત બનાવ બાબતે હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર નજીક આવેલા લોટસ એપાર્ટમેન્ટમાં રહેતા રીસી જીગ્નેશભાઈ હીરાણી નામના ૨૦ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર નગર દરવાજા પાસે આવેલ નાસ્તા ગલી ખાતે ફિનાઈલ પી લીધી હતી જેથી તેને પણ સારવાર માટે મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ ઉપરોક્ત બનાવ બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય એ ડીવીજન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News