મોરબીના નીચી માંડલ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો એનડીપીએસના ગુનામાં જામીન ઉપર છુટકારો
SHARE
હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો એનડીપીએસના ગુનામાં જામીન ઉપર છુટકારો
હળવદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો જેમાં આરોપીની હોત્લ્માંથી માદક પદાર્થ પોશડોડાનો પાઉડર ૩ કીલો ૩૩૧ ગ્રામ જેની કિંમત રૂપીયા ૯,૯૯૩ નો જથ્થો મળી આવ્યો હતો જેથી તેની સામે ગુનો નોંધાયો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને તેને જામીન મુક્ત કરવામાં આવેલ છે
હળવદ તાલુકામાં આવેલ બાબા રામદેવ હોટલમાં રેઈડ કરી હતી ત્યારે પોશડોડાનો પાઉડર ૩ કીલો ૩૩૧ ગ્રામ જેની કિંમત રૂપીયા ૯,૯૯૩ નો જથ્થો મળી આવ્યો હતો તેમજ આરોપીની અંગજળતી દરમ્યાન મોબાઈલ મળી આવ્યો હતો જેથી હળવદ પોલીસે આરોપીની અટક કરી હતી અને મોરબી સ્પે. કોર્ટમાં રીમાંડ સાથે ૨જુ કરતા આરોપીના રીમાંડ મંજુર કર્યા હતા ત્યાર બાદ તેને જેલ હવાલે કરેલ હતી જે આરોપીના વકીલ જીતેન અગેચાણીયા મા૨ફતે જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરવામાં આવી હતી જેમાં આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે, “આવો કોઈ ગુનો કરેલ નથી. આરોપી હાલ મોરબી જીલ્લાના વતની છે. કયાય નાશી ભાગી જાય તેમ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા આમ બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપીના વકીલ જીતેન અગેચાણીયાની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન ૫૨ છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, એમ.આર. ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.