માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી ટંકારાના હડમતીયા ગામ નજીક મેટાડોરના ચાલકે યુવાનના પગ ઉપરથી ટાયર ફેરવી દીધું માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર માલધારી 25 ઘેટાં-બકરા ટ્રક ચાલકે કચડી નાખ્યા માળીયા (મી)ના ખીરઈ ગામે રહેતા યુવાનને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ભડકે દેવાની ધમકી મોરબી રવિરાજ ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માતમાં બે લોકોને ઈજા
Breaking news
Morbi Today

મોરબીની અણીયારી ચોકડી પાસે હોટલની બાજુમાં પાર્ક કરેલા ૩૦ લાખના જીસીબીની ચોરી


SHARE











મોરબીની અણીયારી ચોકડી પાસે હોટલની બાજુમાં પાર્ક કરેલા ૩૦ લાખના જીસીબીની ચોરી

મોરબીની અણીયારી ચોકડી પાસે આવેલ સિલ્વર હોટલની બાજુમાં જીસીબીને પાર્ક કરીને મૂક્યું હતું જે જીસીબીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૩૦ લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છ જિલ્લાના કડોલ ગામના રહેવાસી સાંજણભાઈ ભીખાભાઈ નાંગહ જાતે રબારી (૫૫)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકામાં આવતી અણીયારી ચોકડી પાસે સિલ્વર હોટલની બાજુમાં તેણે પોતાની માલિકીનું જીસીબી નંબર જીજે ૧૨ સીએમ ૫૨૧૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ લાખ રૂપિયાની કિંમતનું જીસીબી કોઈ શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે હાલમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News