મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે જમીન લેનારા આધેડને બે શખ્સોએ ઢીકાપાટુ-ધોકા વડે મારમાર્યો


SHARE









વાંકાનેરના મહીકા ગામે જમીન લેનારા આધેડને બે શખ્સોએ ઢીકાપાટુ-ધોકા વડે મારમાર્યો

વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા આધેડે જમીન વેચાણ રાખેલ હતી તે જમીન જે શખ્સને રાખવી હતી તેને મન દુઃખ રાખીને આધેડને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમાં ધોકા વડે માર મારીને ફેક્ચર કરી નાખ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે ગેલેક્સી પેટ્રોલ પંપ સામે રહેતા દિનેશભાઈ અમરશીભાઈ બાંભણીયા જાતે કોળી (૫૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નજરુદીન ઉર્ફે નજો ગનીભાઈ બાદી રહે. મહીકા તથા એક અજાણ્યો માણસ આમ કુલ મળીને બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મહીકા કાનપર રોડ ઉપર તબેલાથી આગળના ભાગમાં તેઓ જઈ રહ્યા હતા ત્યારે મહિકા ગામની સીમમાં તેણે જે જમીન વેચાણ રાખેલ છે તે જમીન નજરુદ્દીનને રાખવાની હોય જે બાબતનું મન દુઃખ રાખીને તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ધોકા વડે માર મારીને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું તથા બંને પગના ઘૂંટણ ઉપર પણ માર મારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News