માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા


SHARE











મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા

મોરબી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયું હતું અને તે સગીરાની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી અપહરણ, પોક્સો, એટ્રોસિટી અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા આધાર પુરાવા અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 28 હજારનો દંડ ફટકાર્યો છે

આ કેસની મળતી માહિતી મુજબ વર્ષ 2024 માં સગીરાનું આરોપી જીજ્ઞેશ ઉર્ફે ભીખો રમેશભાઈ ગણેશીયા નામના શખ્સે અપહરણ કર્યું હતું અને બાઈકમાં બળજબરીથી  સગીરાને લઈ જઈને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ,  દુષ્કર્મ, એટ્રોસિટી અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું ત્યાર બાદ આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ નીરજ ડી. કારીયા દ્વારા 13 સાક્ષીને તપાસીને જુદીજુદી કોર્ટના ચુકાદાઓ તેમજ આધાર પુરવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને ધારદાર દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાને રાખીને સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ અને એડીશનલ સેસન્સ જજ બી.કે.ચંદારાણા સાહેબ દ્વારા આરોપી જીજ્ઞેશ ઉર્ફે ભીખો રમેશભાઈ ગણેશીયાને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 28 હજારનો દંડ કર્યો છે અને આરોપી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે તેમજ ભોગ બનનારને ગુજરાતની વિકટીમ કંપન્શેસન યોજના હેઠળ 4 લાખ રૂપિયા અને જો આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તેના સહિત કુલ મળીને 4,28,000 ચુકવવા માટે આદેશ કર્યો છે.




Latest News