મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી: ખેતરેથી ઘરે જતી મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરી બીભત્સ માંગણી: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબી: ખેતરેથી ઘરે જતી મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરી બીભત્સ માંગણી: જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ખેતરેથી એકલા પરત પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેની એકલતાનો લાભ લઈને તેનું બાવળું પકડીને તેની પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી અને ગાળો આપીને ફડાકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં એક શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરણીતા પોતાના ખેતરેથી એકલા ચાલીને પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં સ્મશાન પાસે લાખાભાઈ મેરાભાઈ બાળા નામના શખ્સે તેની એકલતાનો લાભ લઈને તેનું બાવડું પકડ્યું હતું અને તેની પાસે બીભત્સ માંગણી કરી હતી તેમજ તેને ગાળો આપીને ફડાકો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સાથે બદકામ કરવાના ઇરાદે તેની છેડતી પણ કરી હતી જેથી ભોગ બનેલો મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાખાભાઈ મેરાભાઇ બાળાની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News